Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રણબીરના ભરપુર વખાણ કરતી શ્રધ્ધા

બોલીવૂડના ચાર્મીંગ હીરો રણબીર કપૂરનું નામ આમ તો ટોચની અભિનેત્રીઓ સાથે જોડાઇ ચુકયું છે. પણ હાલમાં તે આલિયા ભટ્ટ સાથે ડેટીંગમાં છે. બંને ગમે ત્યારે લગ્ન પણ કરવાના છે. રણબીર સાથે હાલમાં લવ રંજનની રોમાન્ટીક કોમેડી ફિલ્મ કરી રહેલી શ્રધ્ધા કપૂરે રણબીરના ભરપુર વખાણ કર્યા છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે હું લવ રંજનની ફિલ્મોને ખુબ પસંદ કરુ છું. તેમની સાથે કામ કરવાની તક મળતાં હું અત્યંત ઉત્સાહિત છું. મારી નજરે તેઓ એક શાનદાર નિર્દેશન છે. તેઓ જે રીતની ફિલ્મો બનાવે છે અને દર્શકો સાથે જોડાય જાય છે તે મને પસંદ છે. આ ફિલ્મથી મને પહેલીવાર રણબીર સાથે કામ કરવાની તક મળી છે. હું તેની સાથે કામ કરવા ઘણા સમયથી રાહમાં હતી. મેં સાંભળ્યું હતું કે તે ખુબ શાનદાર અભિનેતા છે, મેં તેના વિશે જેટલા વખાણ સાંભળ્યા હતાં એ બધા સાચા છે. ફિલ્મમાં રણબીરના માતા-પિતાના રોલમાં ડિમ્પલ કાપડીયા અને બોની કપૂર છે.

(10:13 am IST)