Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાશીએ થ્રિલર સિરીઝનું એક શેડ્યુલ પુરૂ કર્યુ

સાઉથ ઇન્ડસ્ટ્રીની ખુબ જાણીતી અભિનેત્રી રાશી ખન્ના હાલમાં બોલીવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર સાથે એક થ્રિલર વેબ સિરીઝ કરી રહી છે. બોલીવૂડમાં ૨૦૧૩માં મદ્રાસ કાફે ફિલ્મથી અભિનય શરૂ કરનાર રાશીએ બાદમાં દક્ષિણની રાહ પકડી લીધી હતી. ત્યાં તેલુગુ, તમિલ, મલયાલમ ભાષાની પચ્ચીસથી વધુ ફિલ્મો તે કરી ચુકી છે અને આ વર્ષમાં જ તેની વધુ   આઠ ફિલ્મો કતારમાં છે. નિર્દેશક રાજ અને ડીકેની થ્રિલર સિરીઝનું રાશી હાલમાં શાહિદ કપૂર સાથે ગોવામાં શુટીંગ કરવા પહોંચી હતી. આ વેબ શોમાં વિજય સેતુપતિ પણ ખાસ ભુમિકામાં છે. સિરીઝનું પહેલા શેડ્યુલનું શુટીંગ પુરી કરી લેવાયું છે. કોવિડ ટેસ્ટ કરાવાયા બાદ બધા કલાકારો અને ટીમ શુટીંગમાં જોડાય છે. રાશીએ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે  આ પ્રકારની થ્રિલર સિરીઝનું શુટીંગ કરવું મારા માટે ખુબ જ ઉત્સાહિત કાર્ય છે. નવા શેડ્યુલ માટે હું અત્યંત ખુશ છું. શાહિદ અને વિજય જેવા સ્ટાર્સ અને રાજ ડીકે જેવા નિર્દેશક સાથેનો અનુભવ ખુબ સારો રહ્યો છે.

(10:57 am IST)