Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

શકિતશાળી દુશ્મનનો સામનો કરતા જોવા મળશે મનોજ બાજપાઈ

The Family Man 2 ટ્રેલર રીલીઝ

મુંબઇ, તા.૧૯: અભિનેતા મનોજ બાજપાઈની The Family Man 2નું ટ્રેલર લોન્ચ થયું છે. તેમાં સામંથા અક્કીનેનીની પણ મહત્વની ભૂમિકા છે. આ વેબ સિરીઝ ૪ જૂન ૨૦૨૧ના રોજ રિલીઝ થશે. ધ ફેમિલી મેનની આ નવી સીઝનનો પ્રોડકશન ડાયરેકશન રાજ અને ડીકેની જોડીએ કર્યું છે.

The Family Man 2ના ટ્રેલરમાં ફેમિલી મેન ઉર્ફ શ્રીકાંત તિવારીની વાપસી જોવા મળે છે. શોમાં આ ભૂમિકા મનોજ બાજપાઈ નિભાવી રહ્યા છે. આ સીઝનમાં શ્રીકાંત તિવારીએ નવા શકિતશાળી અને વધુ ક્રૂર દુશ્મન રાજીનો સામનો કરવો પડશે. આ ભૂમિકા સામંથા અક્કીનેનીએ નિભાવ્યું છે. ૯ ભાગની આ સિરીઝમાં શ્રીકાંતને મિડલ કલાસ ફેમિલીમેન અને વર્લ્ડ કલાસ જાસૂસના પોતાના ડબલ રોલ વચ્ચે એ રીતે જ જુજતા જોવા મળશે જે અત્યાર સુધીની સિરીઝમાં તમે જોયો હતો.

શોના નવા સીઝનમાં પણ શ્રીકાંત નજીકના ભવિષ્યમાં થનાર કોઈ અંધારી ઘટનાથી દેશને બચાવવાના પ્રયાસો કરતા જોવા મળશે  શો માં જોરદાર ટ્વીસ્ટ વાળા ઘટનાક્રમ વચ્ચે દર્શકોને એવો કલાયમેકસ જોવા મળશે. સામંથાની ભૂમિકા પણ દ્યણી જ દમદાર જોવા મળી રહી છે. તે એકશન કરતી પણ જોવા મળે છે.

આ તકે અમેઝોન પ્રાઈમ વિડીયોમાં ઇન્ડિયા ઓરિજનલની હેડ અપર્ણા પુરોહિતે જણાવ્યું છે, 'અમારા માટે એનાથી મોટું ઇનામ ન હોઈ શકે છે અમારા શોના પાત્રો ઘર-ઘરમાં જાણીતા થઇ રહ્યા છે. આ એક તથ્ય છે કે કવોલિટી અને કલાસમાં પોતાની એક શ્રેષ્ઠ ઉદાહરણ, શ્રીકાન તિવારીને દર્શકો તરફથી આટલો પ્રેમ અને પ્રશંસા મળી છે. તેનાથી અમારો વિશ્વાસ વધુ મજબૂત થઇ જાય છે કે સારી અને નવી-નવી મૌલિક વાર્તાઓ તમામ સીમાઓ વટાવીને દર્શકોને પરસ્પર જોડે છે.

'ધ ફેમિલી મેનની આ નવી સીઝનનું નિર્માણ મોટા ફલક પર કરવામાં આવ્યું છે. તેમાં વધુ મૂંઝવણો ભરેલી સ્થિતિઓ અને એકશન દર્શકોને જોવા મળશે. અમને વિશ્વાસ છે કે દર્શકો શ્રીકાંત અને તેના વધુ ખતરનાક દુશ્મનો વચ્ચે થનાર જંગ જોઈને દર્શકોને વધુ મજા આવશે. અમેઝોનમાં અમે નગીના જેવા એવા કન્ટેન્ટ રજુ કરતા દ્યણી ખુશી અનુભવીએ છીએ જે ભારત અને દુનિયાભરના દર્શકોને આ શો સાથે જોડશે. આ શોની નવી સીઝન આવતા મહિને લોન્ચ કરવામાં આવશે. અમારી ટીમ શોની આગામી સીઝનની રિલીઝની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે.

(3:22 pm IST)