Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સપના ચૌધરી બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં સાડી લહેરાવતી નજરે પડીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

મુંબઇ: હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી પોતાની બહેતરીન ડાન્સિંગ સ્ટાઈલ અને ગીતો માટે સમગ્ર ભારતમાં ફેમસ છે. પોતાની અદાઓથી તે લાખો દિલોના ધડકન પર રાજ કરે છે. તે આજે પણ સોશિયલ મીડિયા સેન્શેસન છે. હમેશા તેની તસવીરો અને વીડિયો વાયરલ થતી રહે છે. હાલ પણ સપનાનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. લોકોને સપનાનો અંદાજ બહુ પસંદ આવી રહ્યો છે.

બિગબોસની સીઝન 11 ની સ્પર્ધક રહેલી સપના ચૌધરીએ પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. જેમા તે બેકલેસ બ્લાઉઝ પહેરીને ખેતરમાં સાડી લહેરાવતી નજર આવી રહી છે. વીડિયોમાં તે સની દેઓલના ફેમસ ગીત ઘર આજા પરદેશીગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. સપનાના ફેન્સને વીડિયો પણ પસંદ આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, તે બહુ સ્ટાઈલિશ લાગે છે. તેમા તેણે મલ્ટીકલર્ડ સાડી, ઈયરિંગ અને ન્યૂડ મેકઅપ કર્યો છે. બ્રેડ બન હેરસ્ટાઈલથી તેનો લૂક પરફેક્ટ બન્યો છે. સપનાના દિલકશ અદાઓથી જાણે તે મહેફિલ લૂટી રહી છે.

સપના ચૌધરીના લૂક પર ફેન્સ ફિદા થયા છે. તમને જણાવી દઈએ કે, સપના ચૌધરી બોલિવુડ ફિલ્મ નાનુ કી જાનઅને વીરે દી વેડિંગમાં સ્પેશિયલ ડાન્સ નંબર કરી ચૂકી છે.

(4:50 pm IST)