Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમીએ નવી વેબ સીરીઝ 'ષડયંત્ર'નું ટ્રેલર રીલીઝ કર્યુ

(કેતન ખત્રી) અમદાવાદ :  પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમીએ નવી વેબ સિરીઝ ષડયંત્રનું ટ્રેલર લોંચ કરીને ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર કન્ટેન્ટ પ્રદાન કરી તેમને નિરંતર મનોરંજન પૂરું પાડવાની કટીબદ્ધતા દર્શાવી છે. આ ઓરિજિનલ વેબ સિરીઝ એક પોલિટિકલ થ્રિલર ડ્રામા છે, જેમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ તેમજ ટીવી અને ફિલ્મોના જાણીતા દિગ્ગજ કલાકાર, જેમકે રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન તથા દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત સામેલ છે. શેમારૂમી એક એવું પ્લેટફોર્મ છે જે દર્શકોને વિવિધ વિષય અને કેટેગરીમાં કંઇક અલગ મનોરંજક કન્ટેન્ટ આપે છે અને ષડ્યંત્ર આવા જ મનોરંજક કન્ટેન્ટ માનું એક છે.પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા ૧૫ વર્ષથી એક સફળ ઘ્પ્ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે અને આ જ વિષય 'ષડ્યંત્ર' ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે જે દર્શકોને ચોક્કસ ગમશે. ષડ્યંત્ર વેબ સિરીઝના લોન્ચ પ્રસંગે શોના નિર્દેશક ઉર્વીશ પરીખ જણાવે છે, ષડ્યંત્ર એક એવી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે. મારા માટે આ શોને શૂટ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. મને ખુશી છે કે શેમારૂમી એ આ શોનું નિર્માણ કર્યાની સાથોસાથ પોતાના પ્લેટફોર્મ પર દરેક ગુજરાતીઓ માટે તેનું પ્રીમિયમ કન્ટેન્ટ રજુ કરી રહ્યા છે.

(3:32 pm IST)