Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અતિ ઉત્તમ કામ કરી રહ્યો છે આયુષ્યમાન

આયુષ્માન ખુરાના એવો અભિનેતા છે જે પોતાની મહેનત અને અભિનય ક્ષમતાથી આગળ આવ્યો છે. તે જાણે છે કે ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવા માટે  કેટલો સંઘર્ષ કરવો પડે છે. હાલમાં આયુષ્યમાન નવા કલાકારોની ટેલેન્ટને સતત સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરવાનું કામ કરી રહ્યો છે. આયુષ્માનને આઉટસાઇડર તરીકે ઓળખવામાં આવે છે. બહારથી આવીને તેણે પોતાનું સ્થાન બનાવ્યું છે. તે હવે અન્ય આર્ટિસ્ટને ઓળખ મળી રહે એ માટે તેમના પ્રોફાઇલ અથવા તો કામને શેર કરતો રહે છે. આયુષ્યમાને કહ્યું હતું કે 'હું ઘણા યુવાન કવિ, સિંગર્સ, પરફોર્મર આર્ટિસ્ટ અને ડાન્સર્સને ફોલો કરુંં છું. તેઓ હજુ સુધી લોકોની સામે નથી આવ્યા. પરંતુ તેમની ટેલન્ટ ગજબની છે. આ બધા અદ્દભુત આર્ટિસ્ટ્સને લોકો સુધી પહોંચાડવા માટે મારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું. તે ૨૦૧૯થી તે આવું કરતો આવ્યો છે, પરંતુ હાલમાં તે વધુ લોકોને સામે લાવી રહ્યો છે. તે કહે છે આ રીતે આપણે કેટલાક જિનીયસને સામે લાવી શકીએ છીએ.

(10:00 am IST)