Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ગુરમીત ચૌધરી અને સયાની દત્તાની હોરર ફિલ્મ ધ વાઇફનું શૂટિંગ જયપુરથી શરૂ

મુંબઈ: ઝી સ્ટુડિયોઝે હોરર ફિલ્મ 'ધ વાઇફ' નું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે. સુરક્ષાના તમામ પગલાં સાથેની સરકારની સૂચનાને પગલે આ ફિલ્મનું શૂટિંગ જયપુર સ્ટુડિયોમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં ગુરમીત ચૌધરી અને સયાની દત્તા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સરમદ ખાને કર્યું છે. પહેલી ફિલ્મનું શૂટિંગ પહેલી માર્ચથી શરૂ થયું હતું, પરંતુ લોકડાઉનને કારણે શૂટિંગ અટકી ગયું હતું. હવે ફરી શૂટિંગ શરૂ કરવા કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ જયપુર પહોંચી ગયા છે. આ માહિતી ફિલ્મ અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા આપવામાં આવી છે.તરણ આદર્શે ટ્વિટર પર બે તસવીરો શેર કરી અને લખ્યું - 'જી સ્ટુડિયોઝે તેમનીહોરર ફિલ્મ ધ વાઇફ'નું શૂટિંગ જયપુર સ્ટુડિયોમાં ફરી શરૂ કર્યું છે. 1 માર્ચ 2020 ના રોજ શરૂ થયેલું શૂટિંગ લોકડાઉનને કારણે અટકી ગયું હતું. માત્ર 40 ટકા શૂટિંગ બાકી છે. આ ફિલ્મમાં ગુરમીત ચૌધરી અને સયાની દત્તા દેખાશે અને ફિલ્મનું દિગ્દર્શન સરમદ ખાને કર્યું છે. ફિલ્મ 'ધ વાઇફ' 31 ઓક્ટોબરના રોજ હેલોવીન ડે નિમિત્તે રિલીઝ થશે. ઝી સ્ટુડિયોમાં શૂટિંગ ફ્લોર સામાજિક અંતર જાળવવા માટે અલગ ટીમોમાં વહેંચાયેલું છે. દરેક ટીમના સભ્યને રંગ કોડ કાર્ડ સોંપવામાં આવે છે. મેકઅપ અને કોસ્ચ્યુમ વિભાગ સંપૂર્ણ પીપીઈ સેટ પહેરે છે, જ્યારે બાકીના ક્રૂ આવશ્યકપણે ચહેરો માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્સમાં હોય છે. અભિનેતા ગુરમીત ચૌધરીએ કહ્યું કે હું લોકડાઉન પછી પાછા કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

(5:37 pm IST)