Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આમીર ખાનની પુત્રી આયરા ખાને ફિટનેસ ટ્રેનર નુપુર શિખર સાથે સગાઇ કરી લીધીઃ સોશ્‍યલ મીડિયામાં છવાઇ ગયા

બંનેની લવસ્‍ટોરી લોકડાઉનમાં શરૂ થઇ હતી

મુંબઇઃ આમિર ખાનની પુત્રી આયરા ખાને ફિટનેસ ટ્રેનર નુપુર શિખર સાથે સગાઇ કરી લીધી છે.

આમિર ખાનની લાડલી આયરા ખાન બે વર્ષથી ફિટનેસ ટ્રેનર નુપુર શિખરેને ડેટ કરી રહી હતી અને હવે ફાઇનલી બંને પોતાના સંબંધને એક નામ આપ્યું છે. આયરા અને નુપુરે શુક્રવારે મુંબઇમાં એક સેરેમનીમાં સગાઇ કરી લીધી. પરિવારના એકદમ નજીકના લોકોની હાજરીમાં બંનેએ વીંટીઓ બદલી અને આ ખાસ અવસર પર ખાસ ફોટા સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. 

ઓફ શોલ્ડર ગાઉનમાં સુંદર લાગે છે આયરા

આયરા ખાન અને તેના થનાર ભાવિ પતિની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે જેમાં બંને ખૂબ સુંદર લાગી રહ્યા છે. પોતાની જીંદગીના આ ખાસ અવસર પર આયરા લાલ રંગના સુંદર ગાઉનમાં ખૂબ જચી રહી છે. આયરા જ્યાં ઓફ શોલ્ડર ગાઉનમાં ગ્લેમર્સ અંદાજમાં જોવા મળી તો બીજી તરફ ટક્સીડો પહેરી નુપુર શિખરે પણ હેન્ડસમ હંક માફક લાગે છે. સેરેમનીથી બહાર આવતાં તેમના ફોટા પૈપરાઝીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા. 

આ ખાસ અવસર પર આયરાનો આખો પરિવાર પણ હાજર રહ્યો. આયરા અને નુપુરને આર્શિવાદ આપવા માટે પિતા આમિર ખાન, માતા રીના દત્તા, દાદી, ભાઇ અને ફઇ ઉપરાંત કિરણ રાવ અને તેમના પોટા પુત્ર આઝાદ આ અવસરે સ્પોટ થયા. બધા જ સજીધજીને સેરેમનીને એન્જોય કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ આમિર ખાનના લુકે બધાને ચોંકાવી દીધા. સફેદ રંગની ધોતી કુર્તામાં પહોંચેલા આમિરની સફેદ દાઢી અને વાળ જોઇ દરેક જણ દંગ રહી ગયા. તેમના ચહેરા પર ઉંમર સ્પષ્ટ દેખાઇ રહી હતી. 

2 વર્ષ પહેલાં શરૂ થઇ હતી લવ સ્ટોરી

આયરા અને નુપુરની લવ સ્ટોરી બે વર્ષ પહેલાં લોકડાઉન દરમિયાન શરૂ થઇ હતી. આમિર ખાનના ફિટનેસ ટ્રેનર રહી ચૂકેલા નુપુરની નિકટતા આયરા સાથે લોકડાઉન દરમિયાન વધી. જોત જોતા પ્રેમ વધ્યો અને હવે બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાઇ જશે. 

(4:35 pm IST)