Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સરકસમાં મોજ મજા ધમાલ છેઃ રણવીરસિંહ

રણવીરસિંહ એવો કલાકાર છે જે પોતાને મળેલા પાત્રમાં ઓતપ્રોત થઇ જાય છે. કોઇપણ રોલમાં તે પોતાની જાતને નીચોવી નાંખે છે.  ક્રિકેટર કપિલ દેવની બાયોપિક તેનું ઉદાહરણ છે. હવે પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ સરકસમાં જોવા મળશે. આ એક કોમેડી ફિલ્મ છે. રણવીરસિંહે કહ્યું હતું કે જે લોકોને ગોલમાલ ફિલ્મ ગમી હતી તેને સરકસ ચોક્કસ ગમશે જ. ફિલ્મમાં મજા, મનોરંજન અને ધમાલ છે. દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોય એટલે પૈસા વસૂલ જ હોય તેવી છાપ દર્શકોના મનમાં છે. રોહિત દર્શકોને ખુશ કરવામાં પણ હમેંશા સફળ રહે છે.  કોરોના નડ્યો ન હોત તો કદાચ આ ફિલ્મ ટુંક સમયમાં જ રિલીઝ થવાની હતી. સરકસમાં ૫ૂજા હેગડે, જૈકલીન ફર્નાન્ડીઝ, સિધ્ધાર્થ જાદવ, જોની લીવર, સંજય મિશ્રા, સિધ્ધાર્થ જાધવ, વરૂણ શર્મા, વૃજેશ હિરજી પણ છે. અજય દેવગણ અને દિપીકા ગેસ્ટ ભુમિકામાં દેખાશે.

(10:00 am IST)