Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

થ્રિલર વેબ સિરીઝમાં સામેલ થયો આમિર

અભિનેતા આમિર અલી હવે હંસલ મહેતાની વેબ-સિરીઝમાં દેખાવાનો છે. આ સિરીઝનું હાલમાં કેપટાઉનમાં ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. એ પછી દિલ્હી અને યુક્રેનમાં શુટીંગ થવાનું છે. આ સિરીઝનું નામ હજી સુધી નક્કી નથી કર્યું. આ થ્રિલર વેબ-સિરીઝને હંસલ મહેતા અને જય મહેતા સાથે મળીને બનાવી રહ્યા છે. ૨૦૦૨માં ફિલ્મી પરદેથી શરૂઆત કરનાર આમિર ૨૦૦૫થી ટીવી પરદે સતત કામ કરી રહ્યો છે. છેલ્લે બ્લેક વિડ્ડોસમાં જોવા મળ્યો હતો. હવે હંસલ મહેતાની ફિલ્મ 'ફરાઝ'માં પણ તે જોવા મળવાનો છે. તેને અનેક ઇન્ટરનેશનલ કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. વેબ-સિરીઝમાં આમિર સાથે દિપક તિજોરી, ચંદન રોય સંન્યાલ, રજત કપૂર, વિવેક ગોમ્બર, અમ્રિતા ખાનવિલકર, ગૌરવ પાસવાલ અને હેરી પરમાર પણ જોવા મળશે.આ સિરીઝ સોમાલિયાના પાઇરેટ્સ પર આધારિત હશે. શૈલેષ આર. સિંહ નિર્મીત આ સિરીઝ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.

(10:01 am IST)