Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મોટાભાગના દેશોમાંસ્ત્રીઓની ‘સેક્‍સ્‍યુલિટી'ને પાપ માનવામાં આવે છે, સાડી અથવા સ્‍વીમ સ્‍યુટ પહેરવુ એસ્ત્રીની પસંદગીઃ એકતા કપૂરે મહિલાઓ મુદ્દે કરી વાત

મુંબઇ: બોલીવૂડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી કંટેન્ટ ક્રિએટર એકતા કપૂર મહિલાઓના મુદ્દાના પરદા પર સારી રીતે દર્શાવે છે. તે હમેશાં મહિલાઓના મુદ્દાઓ પર બોલે છે. તેણે આ મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે. એકતા કપૂરે કહ્યું કે, મોટાભાગના દેશોમાં સ્ત્રીઓની Sexuality ને પાપ માનવામાં આવે છે. તેણે વધુમાં કહ્યું, લિપસ્ટિક અંડર માય બુર્કા, ધ ડર્ટી પિક્ચર, ડોલી કિટ્ટી અને વો ચમકતા સિતારેં, જેવી સશક્ત મહિલા કેન્દ્રીય સ્ટોરીઓને દર્શકો સુધી પહોંચાડવાનો પોતાનો નિર્ણય છે.

સમજી વિચારી એકતાએ કહી આ વાત

એકતા કપૂર કહે છે, 'મેં આ નિર્ણય ખૂબ વિચારપૂર્વક લીધો છે. મોટાભાગના દેશોમાં, સ્ત્રીઓની Sexuality ને પાપ માનવામાં આવે છે. આ ખૂબ મોટી સમસ્યા છે અને મને ઘણી વાર કહ્યું છે કે હું મારા ટેલિવિઝન શોમાં સાડી અને બિંદી સાથે મહિલાઓને બતાવીને પણ આ સફરનો એક મોટો ભાગ રહી છું. જો કે, દેશમાં મહિલાઓના વિકાસને જોઈને હું દંગ રહી છું. લોકો આ હકીકતને સ્વીકારવાનું ટાળે છે કારણ કે સાડી અથવા સ્વિમસ્યુટ પહેરવું એ સ્ત્રીની પસંદગી છે.

એકતાએ કહી આ વાત

તેણે વધુમાં કહ્યું કે, તેણે ઘરેલુ મુદ્દાઓ સાથે ઝઝૂમતી મહિલા સંઘર્ષની વાતો દર્શાવી છે અને હવે 'અન્ય મુદ્દાઓ' ધરાવતી મહિલાઓની સ્ટોરીઓ કહેવાનો સમય છે.

નવા વેબ શો લઇને આવી રહી છે એકતા

તમને જણાવી દઈએ કે, આ વર્ષે એકતા કપૂરના ઘણા શો આવવાના છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણા પ્રયત્ન કરી રહી છે. આ વર્ષે ઘણી વેબ સિરીઝ પણ લાઇન અપ છે. આ ઉપરાંત અભિનેત્રી અનિતા હસનંદાનીની ડિલીવરી દરમિયાન સ્થળ પર હાજર હતી. તેણે અનિતાના બેબી શાવરનું પણ આયોજન કર્યું. બંને ખૂબ સારા મિત્રો છે. એકતા અનિતાની ડિલિવરીને લઈને પણ ખૂબ ઉત્સાહિત હતી. એકતાનો ડિલિવરી પછીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

(5:01 pm IST)