Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

માતા બન્યા બાદ સપના ચૌધરી પહેલી વાર જોવા મળી સ્ટેજ

મુંબઈ: હરિયાણવી ડાન્સર સપના ચૌધરી તેના ડાન્સ ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેનો એક સ્ટેજ ડાન્સ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સપનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સપના ચૌધરીએ તેના શોનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે  જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સપના દેશી શૈલીમાં હરિયાણવી ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ચાહકો પણ ખુશીથી તેમને સ્ટેજ પર ડાન્સ કરતા જોઈ રહ્યા છે.

(5:22 pm IST)