Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અજય દેવગણ પોતાની વેબ સિરીઝ બનાવશેઃ વેબ સિરીઝનું ટીઝર પણ રિલીઝ થયુ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અજય દેવગનએ સોશિયલ મીડિયા પર ડિજિટલ ડેબ્યૂ કરવાની જાણકારી આપી છે. એટલું જ નહીં તેમણે પોતાની પ્રથમ વેબ સિરીઝનું ટીઝર પણ રિલીઝ કર્યુ છે. અજય દેવગને વેબ સિરીઝ 'રૂદ્રા- ધ એઝ ઓફ ડાર્કનેસ' થી ઓટીટી દુનિયામાં પગ મુક્યો છે.

વેબ સિરીઝ 'રૂદ્રા- ધ એઝ ઓફ ડાર્કનેસ' ના ટીઝરમાં અજય દેવગનના લુકને દેખાડવામાં આવ્યો છે. તેની શરૂઆત અંધારામાં અજય દેવગનના પડછાયાથી થાય છે અને ધીમે ધીમે અભિનેતાનો ચહેરો જોવા મળે છે. આ દરમિયાન અજય દેવગન ઘણા પ્રકારના ઇન્ટેન્સ લુક દેખાડે છે. ટીઝરમાં જોઈ શકાય કે તેની પાછળ એક પુલ જોવા મળી રહ્યો છે જે લાઇટ્સથી જગમગે છે.

વેબ સિરીઝ વિશે જાણકારી આપતા તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે આ વર્ષની ક્રાઇમ થ્રિલર હોટસ્ટાર સ્પેશિયલ- 'રૂદ્રા- ધ એઝ ઓફ ડાર્કનેસ' આવી રહી છે. આ ખુબ ધાંસૂ થવાની છે. આ સાથે તેમણે આંખ મારતી ઇમોજી પણ સામેલ કરી છે.

બ્રિટિશ સિરીઝની હિન્દી રીમેક

મહત્વનું છે કે આ સિરીઝનું શૂટિંગ મુંબઈના આઇકોનિક સ્થળો પર થશે અને અજય દેવગન તેમાં પોલીસ ઓફિસરના અવતારમાં જોવા મળશે. ડિજિટલ પ્લેટફોર્મ પર આ અજય દેવગનની ગ્રાન્ડ એન્ટ્રી છે. આ વેબ સિરીઝ બ્રિટિશ સિરીઝ લૂથરની હિન્દી રીમેક છે. લૂથરને વિશ્વભરમાં ખુબ પસંદ કરવામાં આવી હતી.

અજય દેવગનનું એક્સાઇટમેન્ટ

વેબ સિરીઝને અપ્લોજ એન્ટરટેઈનમેન્ટ અને બીબીસી સ્ટૂડિયો ઈન્ડિયાની સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અજય દેવગનનું આ સિરીઝ વિશે કહેવુ છે કે તે ખુબ ઉત્સાહી છે. તે હંમેશા સારી અને યૂનિક સ્ટોરી પર કામ કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે, આ સિરીઝમાં તેમની ભૂમિકા રસપ્રદ, કોમ્પ્લેક્સ અને ડાર્ક છે.

(5:13 pm IST)