Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ક્રાઇમ થ્રિલરનું દિપક સાથે શુટીંગ શરૂ કર્યુ વિક્રાંતે

અભિનેતા વિક્રાન્‍ત મેસી હાલમાં સતત વ્‍યસ્‍ત છે. તેણે વધુ એક ફિલ્‍મનું શુટીંગ શરૂ કર્યુ છે. સત્‍ય ઘટના પર આધારીત આ ફિલ્‍મમાં તેની સાથે દિપક ડોબરીયાલ છે. સેક્‍ટર-૩૬ નામની આ ક્રાઇમ થ્રિલર ફિલ્‍મનું નિર્માણ દિનેશ વિજન કરી રહ્યા છે. અગાઉ તેમણેસ્ત્રી, મીમી, બદલાપર સહિતની હિટ ફિલ્‍મો આપી છે. ‘સેક્‍ટર ૩૬'નું નિર્દેશન‘તલવાર'ના રાઇટર આદિત્‍ય નિમ્‍બાલકર સંભાળી રહ્યા છે. આ ફિલ્‍મની જાહેરાત એક સ્‍પેશ્‍યલ વિડિયો દ્વારા કરવામાં આવી છે. એ વિડિયોમાં એક વાંદાને આમ-તેમ ફરતો દેખાડવામાં આવે છે. એ ક્‍લિપને ઇન્‍સ્‍ટાગ્રામ પર મુકીને વિક્રાન્‍ત મેસીએ કેપ્‍શન આપી હતી, ‘વાસ્‍તવિક ઘટના પર આધારિત ક્રાઇમ-થ્રિલર ‘સેક્‍ટર ૩૬'ને દિનેશ વિજન પ્રેઝન્‍ટ કરી રહ્યા છે. એમાં અદભૂત દીપક ડોબરિયાલ જોવા મળશે. બોધયન રોયચૌધરીએ એની સ્‍ટોરી લખી છે.

(10:25 am IST)