Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

તો અમને બીજી તક ન મળી હોતઃ સોનાલી

અભિનેત્રી સોનાલી બેન્‍દ્રે પણ હવે ડિજીટલ પ્‍લેટફોર્મ પર આવી છે. તેણે અગાઉ ટીવી પરદે પણ કામ કરી લીધું છે. સોનાલી કહે છે ઇન્‍ડસ્‍ટ્રીમાં હવે ‘ચલતા હૈ' એવું ચાલતું નથી. ડિજીટલ પ્‍લેટફોર્મને કારણે અહિ ઘણું બધુ નવું થઇ રહ્યું છે. તેણે ડિજીટલ પ્‍લેટફોર્મની પ્રશંસા પણ કરી છે. ધ બ્રોકન ન્‍યુઝ સિરીઝથી સોનાલી આ પ્‍લેટફોર્મ પર આવી છે. ઝી ફાઇવ પર રિલીઝ થયેલી આ સિરીઝમાં સોનાલીએ જર્નલિસ્‍ટ અમીના કુરેશીનો રોલ નિભાવ્‍યો છે. શોમાં તેની સાથે જયદીપ અહલાવત અને શ્રીયા પિલગાંવકર પણ મુખ્‍ય ભુમિકામાં છે. ‘સરફરોશ'માં આમિર ખાન પાસેથી ઘણુંબધું શીખવાનું તે ચૂકી ગઈ છે એવું સોનાલીએ સ્‍વીકાર્યુ હતું. તે કહે છે મેં કારકિર્દી તરીકે અભિનયને સ્‍વીકાર્યોહતો, અચાનક જ એક્‍ટર નથી બની. જો ડિજિટલ પ્‍લેટફોર્મ ન આવ્‍યું હોત તો કદાચ અમને બીજી ઇનિંગની તક ન મળી હોત. સોનાલીએ બોલીવૂડમાં અનેક હિટ ફિલ્‍મોમાં કામ કર્યુ છે.

(10:26 am IST)