Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કોફી વિથ કરણ 7 નું ટીઝર રિલીઝ: આ દિવસથી કરણ જોહરનો શો થશે ઓનએર

મુંબઈ: કરણ જોહરનો ચેટ શો કોફી વિથ કરણ સીઝન 7 છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. શરૂઆતમાં, કરણ જોહરે શો વિશે ઘણું સસ્પેન્સ જાળવી રાખ્યું હતું અને કહ્યું હતું કે તે આ વખતે કોફી વિથ કરણ નથી કરી રહ્યો. બાદમાં તેણે કહ્યું કે તે શો કરશે પરંતુ ટીવી પર નહીં કરે. રવિવારે તેણે એક ટીઝર રિલીઝ કર્યું. આ વીડિયોમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. તેમાં શાહરૂખ ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર, સૈફ અલી ખાન, પ્રિયંકા ચોપરા અને અન્ય છે. આ બધા પાછલી સિઝનમાં આવ્યા છે. આ શો 7 જુલાઈથી સ્ટ્રીમ થશે.

(7:23 pm IST)