Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આથી જ મેં મૈથિલિનું પાત્ર ભજવ્‍યું: સિમરન

ટીવી પરદે શરૂ થયેલા ના શો ‘લક્ષ્મી ઘર આઇ'માં મૈથિલીનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી સિમરન પરીંજા કહે છે ડરનું બીજુ નામ તાકાત છે. સ્‍ટાર ભારત પર શરૂ થયેલા આ શોમાં મૈથિલીને દહેજ પ્રથાનો વિરોધ કરતી દેખાડવામાં આવી છે. પરંતુ પ્રારંભે મૈથિલીનું પાત્ર ખુબ જ ડરપોક હતું. આ પાત્ર ભજવતી સિમરને કહ્યું હતું કે ડરના બીજા રૂપને તમે તાકાતનું નામ આપી શકો છે. એક મર્યાદા સુધી સૌકોઈને ડર હોય છે, પણ એ ડરની ચરમસીમા પાર કર્યા પછી એ તાકાત બની જાય છે. મૈથિલી સાથે પણ એવું જ બને છે અને તેનો ડર જ તેની તાકાત બને છે. સિમરન કહે છે ફક્‍ત નાનકડા ગામોમાં જ દહેજ માંગવામાં આવે છે એ વાત ભુલ ભરેલી છે. શહેરોમાં પણ આવી પ્રથા અલગ અલગ સ્‍વરૂપે જોવા મળતી હોય છે. કોઇપણ પ્રકારનું દહેજ લેવું અયોગ્‍ય છે. આ વાત મૈથિલી દરેક સુધી પહોંચાડવાની છે. આથી જ આ પાત્ર મને ગમી ગયું હતું અને મેં શો કરવાની હા પાડી હતી.

(10:19 am IST)