Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અજય દેવગણનો નવો લૂકઃ ‘થેન્ક ગોડ’ માટે હોઇ શકે

મુંબઇ તા. ૨૦ : અભિનેતા અજય દેવગણનો નવો જ લૂક સામે આવ્યો છે. જેમાં તે સફેદ દાઢી અને સ્ટાઇલીશ હેરકટ સાથે દેખાયો છે. આ લૂકમાં તે ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે. ચર્ચા છે કે તેનો આ નવો લૂક તેની આગામી ફિલ્મ થેન્ક ગોડ માટેનો છે. આ ફિલ્મમાં તેની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા પણ છે. ઇન્દ્ર કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે. અજયની દાઢી અને વાળને નવો લૂક સેલિબ્રીટી હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકિમે આપ્યો છે. આલિમે પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર અજયના નવા લૂકને પોસ્ટ કર્યો છે. ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. કાર્તિક આર્યન, અનિલ કપૂર અને અભિષેક બચ્ચને પણ આ લૂકના વખાણ કર્યા છે. લોકડાઉનમાં પણ અજય દેવગણે દાઢી-મુછ (પ્રથમ તસ્વીર) વધાર્યા હતાં. પરંતુ ત્યારે દાઢી સેટ નહોતી કરાવી. હવે દાઢી સેટ (બીજી તસ્વીર) કરાવેલો લૂક ખુબ જામી રહ્યા છે.

(1:57 pm IST)