Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કાનપુરીયા ભાષા શીખવા શિતલે કરી ભરપુર મહેનત

ટીવી અભિનેત્રી શિતલ મોૈલિક હાલમાં દંગલ ટીવીના શો પ્યાર કી લુકાછુપીમાં કલ્યાણી દીદીનો રોલ નિભાવી રહી છે. દર્શકોને તેનો નેગેટિવ રોલ ખુબ પસંદ પડ્યો છે. જો કે આ શોમાં તેને કાનપુરીયા ભાષા અને બોલી માટે ખુબ જ મહેનત કરવી પડી છે અને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો છે. શિતલને આ શોમાં કલ્યાણી દીદીનું પાત્ર ભજવવા કાનપુરીયા ભાષા શીખવી પડે તેમ હતી. તેણે કહ્યું હતું કે આ ભાષા શીખવી એ મારા માટે પડકાર હતો. નિર્માતા સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે તેણે કહ્યું હતું કે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.  પણ સખત મહેનત જરૂરી હશે. નિર્માતા પોતે મારા પર આટલો વિશ્વાસ કરતાં હોય ત્યારે મારે ડરવાનું નહોતું. આથી મેં પણ મારા તરફથી બનતા તમામ પ્રયાસો કરવાનું નક્કી કરી લીધુ હતું. શોની તૈયારી કરવા માટે ભાષાના યોગ્ય ઉચ્ચારણ શીખવા મારે ખુબ મહેનત કરવી પડી હતી. મેં લખનોૈના ટીવી શો જોયા હતાં અને તેમાં પાત્રો કઇ રીતે વાતચીત કરે છે તેની માહિતી મેળવી હતી. તેમજ અનેક લિંક અને વિડીયોનો પણ ઉપયોગ કર્યો હતો. ત્રણ ચાર દિવસ સુધી મેં કલીપો સાંભળી હતી અને ભાષા શીખવાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે અને ઇશ્વરની કૃપાથી હું સફળ રહી હતી. અભ્યાસ દરેક માણસને પરિપુર્ણ બનાવે છે.

(10:25 am IST)