Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકરે ઈન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા : બની ગઈ સાધવી

મુંબઈ: ગ્લેમર ઈન્ડસ્ટ્રી દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. ચાહકો આ ચમકતી દુનિયામાં કામ કરતા કલાકારોની એક ઝલક મેળવવા માટે તલપાપડ હોય છે, પરંતુ ઘણી વખત આ સ્ટાર્સને અહીંની દુનિયા ગમતી નથી. હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર છે. જાણીતી અભિનેત્રી નુપુર અલંકરે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. 27 વર્ષ સુધી કામ કર્યા બાદ તેણે એક્ટિંગની દુનિયા છોડી દીધી છે અને સન્યાસી બની ગઈ છે. ગ્લેમર ઈન્ડસ્ટ્રી છોડીને નૂપુર હવે તીર્થયાત્રાઓમાં વ્યસ્ત છે.

(5:37 pm IST)