Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પરિણીતીને મળી વધુ એક મોટી ફિલ્મ

પરિણીતી ચોપડાએ લોકડાઉન અને કોરોના કાળમાં ત્રણ ફિલ્મો આપી છે. જે દર્શકોને ગમી પણ છે. ધ ગર્લ ઓન ધ ટ્રેન, સંદિપ ઓૈર પિન્કી ફરાર તથા સાઇના નામની તેની ફિલ્મોમાં તેનો અભિનય ખુબ વખાણાયો હતો. હવે તે સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે પસંદ થઇ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડેની ડેંગ્ઝોપ્પા તથા બોમન ઇરાની અને અનુપમ ખેર જેવા મોટા ગજાના કલાકારો છે. પરિણીતી સાથે ૃસારિકા અને નીના ગુપ્તા પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. ચાર મિત્રોની આ ફિલ્મમાં કહાની હશે. હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ જેવા ફેમિલી ડ્રામા માટે જાણીતા આ નિર્દેશક સૂરજ 'ઊંચાઇ' નામની ફિલ્મ બનાવી રહ્યા છે અને તેની તૈયારી શરૂ થઇ ચુકી છે. રાજશ્રી પ્રોડકશનની આ ફિલ્મના શુટીંગ માટે સૂરજ તાજેતરમાં નેપાળની મુલાકાતે ગયા હતાં. જ્યાં તેણે કેટલાક લોકેશન્સ પસંદ કર્યા છે. મુંબઇ અને દિલ્હીમાં પણ ફિલ્મનું શુટીંગ થશે.

(9:59 am IST)