Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

છોકરીઓ માટે શિક્ષણ સમાનતા, સામાજીક ન્‍યાય, સામાજીક પરિવર્તન અને લોકતંત્રની આધારશિલા માત્ર છેઃ પ્રિયંકા ચોપરા

ન્‍યુયોર્કમાં યુનાઇટેડ નેશન્‍સ જનરલ એસેમ્‍બલીને સંબોધન

પ્રિયંકા ચોપડાએ સોમવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (સંયુક્ત રાષ્ટ્રો સામાન્ય સભા)ને સંબોધન કર્યું. સંબોધનમાં બાળકોના અધિકાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે મહિલાઓને સશક્તિકરણ નહીં, પરંતુ પાવરની જરૂર છે. આ  કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકાએ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ અને અમેરિકી કવયિત્રી અમાંડા ગોર્મન સાથે પોઝ આપતા તસવીરો પણ પડાવી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે 'આપણી દુનિયા સાથે બધુ ઠીક નથી'.

પ્રિયંકા ચોપડા વર્ષ 2016માં ગ્લોબલ યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર બન્યા હતા. તેઓ લાંબા સમયથી આ સંગઠન સાથે જોડાયેલા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર કોન્ફરન્સ સંલગ્ન કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેમણે આ કોન્ફરન્સનો ભાગ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ કેપ્શનમાં અમાંડા ગોર્મને કહેલી વાત લખી, અને જેમ કે અવિશ્વસનીય અમાંડા ગોર્મને કહ્યું- 'હું તમને આપણા ભાગ્યને આકાર આપવા માટે પડકાર ફેંકુ છું. સૌથી સારુ, હું તમને સારું કરવાનો પડકાર ફેંકુ છું, જેથી કરીને દુનિયા મહાન બની શકે.'

પ્રિયંકાએ પોતાના સંબોધનમાં કહ્યું કે 'હું ઈન્ડિયામાં ઉછરી છું, જ્યાં અનેક છોકરીઓ માટે શિક્ષણ સુધી પહોંચવું એક પડકાર છે, જે રીતે દુનિયામાં અનેક ભાગોમાં છે, જ્યાં બાળકો શીખવા માંગે છે, પરંતુ આમ કરવા માટે પડકાર હોય છે. હું વિશ્વાસ રાખુ છું કે શિક્ષણ સમાનતા, સામાજિક ન્યાય, સામાજિક પરિવર્તન અને લોકતંત્રની આધારશિલા માત્ર છે.'

મલાલા અને અમાંડા સાથે ફોટો શેર કરતા પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યું કે, આ બે અદભૂત મહિલાઓ સાથે સ્ટેજ શેર કરતા ખુબ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. આ ફોટાને અમાન્ડાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, લવ યુ. જેના જવાબમાં પ્રિયંકાએ પણ દિલવાળી ઈમોજી બનાવતા લખ્યું કે બેક એટ યુ.

લંચ બ્રેકમાં પુત્રી સાથે વિતાવ્યો સમય

આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપડાની સાથે તેમની પુત્રી માલતી મેરી ચોપડા જોનાસ પણ હતી. લંચ બ્રેક દરમિયાન તેમણે પુત્રી સાથે સમય વિતાવ્યો. જેની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.

આ ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ડેબ્યૂ વેબસિરીઝ 'સિટાડેલ'માં જોવા મળશે. જેન Russo Brothers એ પ્રોડ્યૂસ કરી છે. તેઓ હોલીવુડ મૂવીઝ Ending Things અને It's All Coming Back To Me માં પણ જોવા મળશે. બોલીવુડની વાત કરીએ તો ફરહાન અખ્તરની 'જી લે જરા' માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

(4:34 pm IST)