Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

તમન્ના જણાવે છે કામની વાતો

અભિનેત્રી તમન્ના ભાટીયાએ કારકિર્દીની શરૂઆત તો બોલીવૂડથી કરી હતી. પરંતુ અહિ તેને વધુ સફળતા મળી શકી નહોતી. સાઉથના રસ્તે ચાલી નીકળ્યા પછી તમન્નાએ ત્યાં ખુબ મોટુ નામ બનાવી લીધું છે. તેના સોંદર્ય અને ફિગર જોઇને લોકો વખાણ કરતાં થાકતા નથી. તમન્ના સ્વીકારે છે કે એક સમયે તે કબજીયાત અને એસીડીટીથી ખુબ પીડાતી હતી. પણ સ્વાસ્થ્યપ્રદ આહારની ટેવ અને બીજા નિયમોના પાલનને કારણે આજે તે આ તકલીફમાંથી બહાર છે. તે કહે છે દવાની ગોળીઓથી કંઇ ન થાય, આપણા રોજીંદા આહારમાં હળદર, લીંબુ જેવી અનેક વસ્તુઓ ઉપયોગી નીવડતી હોય છે. કોપરેલના તેલના કોગળા કરવાથી મોઢામાંથી તમામ બેકટેરીયા નાશ પામે છે. તેમજ શરીરમાં રહેલા વિષારી તત્વો પણ બહાર નીકળી જાય છે. એસીડીટી દૂર કરવા દિવસમાં ત્રણ વખત કાકડીનો રસ ઉત્તમ ઓૈષધીનું કામ આપે છે. બદામવાળા દૂધમાં હળદર ઉમેરી પીવાથી પણ ઘણા ફાયદા થાય છે. પુરતી નીંદ્રા લેવી, થોડીવાર શાંતિથી બેસવું એ બધુ પણ વ્યાધીઓથી દૂર રાખે છે.

(9:55 am IST)