Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ગરીબ છોકરીને ૧૦ રૂપિયા આપવા બદલ ટ્રોલ થઈ સારા અલી ખાન

સોશિયલ મીડિયા ટ્રોલર્સે કહ્યું કે સારા અલી ખાને ગરીબ યુવતીને ખૂબ ઓછા રૂપિયાની મદદ કરી, તેણે માત્ર ૧૦ રૂપિયા આપ્યા : વિડિયોમાં સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન તે છોકરીને બિસ્કિટના પેકેટ આપે છે

મુંબઇ,તા. ૨૦: બોલિવૂડ એકટ્રેસ સારા અલી ખાન વીકેન્ડ પર ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે લંચ પર ગઈ હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે ત્રણેયને એકસાથે પોતાના કેમેરામાં કિલક કર્યા હતા. જયાં ભાઈ-બહેને (સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન) એક ગરીબ છોકરીને ખાવા માટે બિસ્કિટ આપ્યા હતા જયારે અમૃતા સિંહે તેને પૈસા આપ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લંચ કર્યા પછી ઘરે જતી વખતે સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન અને અમૃતા સિંહ કારમાં બેસવા માટે જાય છે. આ દરમિયાન એક ગરીબ છોકરી તેઓ પાસે ખાવા માટે પૈસા માગે છે. ત્યારે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન તે છોકરીને બિસ્કિટના પેકેટ આપે છે. જયારે અમૃતા સિંહ તે ગરીબ મહિલાને પૈસા આપે છે. ત્યારે હવે ગરીબ છોકરીને ૧૦ રૂપિયા આપવા બદલ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા ટ્રોલર્સે કહ્યું કે 'સારા અલી ખાને ગરીબ યુવતીને ખૂબ ઓછા રૂપિયાની મદદ કરી, તેણે માત્ર ૧૦ રૂપિયા આપ્યા.' એક યૂઝરે લખ્યું કે 'કરોડો રૂપિયાની સંપત્ત્િ। ધરાવતી સારા અલી ખાને ગરીબ છોકરીને માત્ર ૧૦ રૂપિયાની મદદ કરી.' જયારે અન્ય યૂઝરે લખ્યું કે '૧૦ રૂપિયાનું બિસ્કિટ...ગજબનું અપમાન.' એક યૂઝરે લખ્યું કે 'આના  કરતા તો મિડલ કલાસ વ્યકિત ભિખારીને વધુ દાન કરે છે.' ત્યારે એક યૂઝરે તો એવું લખ્યું કે 'જોરદાર...સારા અલી ખાન પાસે ૧૦ રૂપિયાની નોટ પણ હોય છે.'

અહીં નોંધનીય છે કે સારા અલી ખાનનો સમાવેશ એવી અભિનેત્રીઓમાં થાય છે જે પોતાના અંગત જીવન વિશે પણ ખુલીને વાત કરે છે. તેણે ઘણી વાર પોતાના માતા-પિતાના છૂટાછેડા, કરીના સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. સારા અલી ખાને કહ્યું હતું કે, હું મારી માતા સાથે રહુ છું. તે મારા બેસ્ટ ફ્રેન્ડ છે. મારા પિતા સાથે પણ મારી સારી મિત્રતા છે. તે હંમેશાં મારાથી એક ફોન કોલ દૂર હોય છે. હું જયારે ઈચ્છુ ત્યારે તેમને મળી શકુ છું. કરીના અને હું સારા મિત્રો બની ગયા છીએ. મારા માટે તેમને સ્વીકારવા સરળ હતા.

(9:57 am IST)