Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

'બંટી ઓર બબલી 2' ની રિલીઝ ડેટ ફાઇનલ: 19 નવેમ્બરે થિયેટરોમાં થશે રિલીઝ

મુંબઈ: સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરીની આગામી ફિલ્મ 'બંટી ઓર બબલી 2' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લાંબી રાહ જોયા બાદ ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ 19 નવેમ્બરે થિયેટરોમાં આવશે. ફિલ્મમાં રાની મુખર્જી અને સૈફ અલી ખાન વરિષ્ઠ ઠગની ભૂમિકામાં હશે. બીજી બાજુ, ફિલ્મ 'ગલી બોય'માં પોતાના અભિનયથી દરેકનું દિલ જીતી લેનાર અભિનેતા સિદ્ધાર્થ ચતુર્વેદી આ ફિલ્મમાં બંટીની ભૂમિકા ભજવશે, જ્યારે શર્વરી ફિલ્મમાં બબલીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2005 માં આવેલી અભિષેક બચ્ચન અને રાની મુખર્જી અભિનિત ફિલ્મ 'બંટી ઓર બબલી'ની સિક્વલ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન રાની મુખર્જીની સામે જોવા મળ્યા હતા, જ્યારે સૈફ અલી ખાન તેની સિક્વલમાં રાની મુખર્જીની સામે જોવા મળશે. સૈફ અલી ખાન અને રાની મુખર્જીની જોડી લગભગ 11 વર્ષ પછી આ ફિલ્મમાં જોવા મળશે. બંને સિનિયર્સ ફિલ્મમાં બંટી અને બબલી હશે. આ બંને અગાઉ 'હમ તુમ', 'તા રા રમ પમ' અને 'થોડા પ્યાર થોડા મેજિક' જેવી ફિલ્મોમાં દેખાયા છે.

(4:55 pm IST)