Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ત્રણ વેબ સિરીઝના લીડ એકટર એક જ વેબ સિરીઝમાં !

ફેમિલી મેનના લીડ એકટર મનોજ બાજપેયી, મિરઝાપુરના લીડ એકટર અલી ફઝલ અને સ્પેશિયલ ઓપસના લીડ એકટર કે. કે. મેનન સહિતનાં એકટર જોવા મળશે

મુંબઇ, તા.૧૦: આજકાલ સિરિયલો કરતાં વેબસિરીઝનું ચલણ વધતું જોવા મળે છે, OTT પ્લેટફોર્મ માટે આફતમાં અવસર સાબિત થયો છે. સિરિયલનાં કોન્સેપ્ટ કરતા લોકોને વેબસિરીઝનાં કોન્સેપ્ટ વધારે પસંદ આવી રહ્યા છે. મિરઝાપુર, ફેમિલી મેન અને સ્પેશિયલ ઓપ જેવી વેબ સેરીઝને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે અને તેમના સ્ટાર્સને પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

આજે અમે એક એવી વેબસિરીઝની વાત કરી રહ્યા છીએ, જેનાં ટ્રેલરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અભિષેક ચોબે દ્વારા ડાયરેકટ થયેલી વેબસિરિઝ 'રાય'માં એકસાથે ત્રણ વેબસિરીઝનાં લીડ એકટર જોવા મળશે. જેમાં, ફેમિલી મેનના લીડ એકટર મનોજ બાજપેયી, મિરઝાપુરના લીડ એકટર અલી ફઝલ અને સ્પેશિયલ ઓપસના લીડ એકટર કે. કે. મેનન સહિતનાં એકટર જોવા મળશે.

'રાય' વેબસિરિઝમાં પૌરાણિક કથામાં સુપ્રસિદ્ઘ ફિલ્મ નિર્માતા સત્યજીત રેની કૃતિઓથી પ્રેરિત ચાર સ્ટોરી હશે. મનોજ બાજપેયી, અલી ફઝલ, હર્ષવર્ધન કપૂર અને કે. કે. મેનનની દરેક સ્ટોરી મુખ્યત્વે 'અહંકાર, બદલો, ઈર્ષા અને વિશ્વાસઘાત'પર આધારિત હોય છે.

આ વેબસિરિઝનાં ટ્રેલરમાં જોવા મળે છે કે, ફઝલ જે કમ્પ્યુટર મેમરી ધરાવે છે, જયારે હર્ષવર્ધન બોલિવૂડ સુપરસ્ટાર છે જે ગોડ વુમનનો સામનો કરે છે અને તેની લોકપ્રિયતા જોઈને લોકો દંગ રહી જાય છે અને મનોજ બાજપેયી ગઝલ ગાયક મુસાફિર અલીની ભૂમિકા નિભાવે છે, જે પોતાની ખોવાયેલી ખ્યાતિ મેળવવા માટે પ્રવાસ પર છે. છેવટે, કે. કે. મેનનના પાત્રની ઝલક મળે છે, જે સ્થિર નોકરી હોવા છતાં, એક મેકઅપ કલાકાર તરીકે કળા બનાવવા માંગે છે.

આ વેબસિરિઝ ૨૫ જુનનાં રોજ જુદા-જુદા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, ત્યારે લોકો હાલ આ વેબસિરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(11:15 am IST)