Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અલગ જ પાત્રમાં ક્રિતી સેનન

અભિનેત્રી ક્રિતી સેનનને બોલીવૂડમાં નામના મેળવી લીધી છે અને સતત નવી ફિલ્મો પણ મેળવી રહી છે. મોટા નિર્માતા-નિર્દેશક પણ ક્રિતીને ફિલ્મમાં લઇ રહ્યા છે. હાલમાં ક્રિતી તેની ફિલ્મ 'મિમી' રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. આ ફિલ્મ આ મહિનામાં જ રિલીઝ થવાની છે. ક્રિતીએ ગયા વર્ષે લોકડાઉન લાગે એ પહેલાં આ ફિલ્મનું શૂટિંગ પુરું કર્યુ હતું. આ ફિલ્મમાં તે સરોગેટ મધરનું પાત્ર ભજવી રહી છે. દિનેશ વિજનના મેડડોક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.  મરાઠી ફિલ્મ 'મલા આઇ વ્હાયચંય' પરથી આ ફિલ્મની હિન્દી રીમેક બનાવવામાં આવી છે. મરાઠી ફિલ્મને ૨૦૧૧માં 'બેસ્ટ ફીચર ફિલ્મ ઇન મરાઠી'નો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. પોસ્ટર પોસ્ટ કરીને ક્રીતિએ કેપ્શન લખ્યું હતું કે-તમે ઓર્ડિનરી પાસેથી એકસ્ટ્રા ઓર્ડિનરીની આશા રાખી શકો છો.

(10:15 am IST)