Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચે ર૦૧૮માં આવેલી ફિલ્મ જલેબીથી સબંધો હોવાની ચર્ચા

મુંબઇઃ સ્વ.અભિનેતા સુશાંત સિંહ રાજપુતની એકસ ગર્લફ્રેન્ડ રીયા  ચક્રવર્તી અને મહેશ ભટ્ટ વચ્ચે સંબંધોની વાત વર્ષ ર૦૧૮માં આવેલી ફિલ્મ જલેબીથી કહેવામાં આવી રહી છે.

પરંતુ જો સંબંધની વાત કરવામાં આવે તો રીયા અને મહેશ ભટ્ટની વચ્ચે ફિલ્મના શરૃ થયા પહેલા પણ ઘણી વખત મુલાકાત થઇ હતી. રિયાએ તેના નિવેદનમાં કહયું કે તે મહેશ ભટ્ટથી સલાહ લેતી હતી.

ફેબ્રુઆરી ર૦ર૦માં મહેશ ભટ્ટે સુશાંત સાથે તેના ઘર પર મુલાકાત કરી હતી. સુશાંત અને મહેશ ભટ્ટની મુલાકાત કરાવવા પાછળ રીયાનું જ નામ સામે આવી રહયું છે. આ સાથે જ સુશાંત સિંહે એક વાર મહેશ ભટ્ટ સાથે તેની ઓફીસમાં મુલાકાત કરી હતી અને ત ેની પાછળ પણ રીયાનો હાથ હતો. મહેશ ભટ્ટની એસોસીએટ સુહિત્રા સેનગુપતાએ રીયા ચક્રવર્તીને લઇને એક ફેસબુક પોસ્ટ કરી હતી જેમાં તેમણે શું કહયંુ હતુ આવો તમને જણાવીએ.

સુહિત્રા સેનગુપ્તાએ તેમના ફેસબુક પોસ્ટમાં લખયું હતું કે તેમણે રીયાને સ્ટ્રગલ કરતા જોઇએ છે. જયારે સુશાંત કિલનીકલ ડિપ્રેશનમાંથી પસાર થઇ રહયો હતો અને રીયા તેને લઇને મુશકેલીમાં હતી તે વારંવાર મહેશ ભટ્ટની ઓફીસમાં કાઉન્સીલ કરવા માટે ઘણી વખત આવતી હતી. ઘણી વખત મહેશ ભટ્ટને ફોન કરતી હતી અને વાત કરી હતી.

તેમની આ પોસ્ટમાં સુહિત્રા સેનગુપ્તાએ તે ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે કઇ રીતે એક વાર સુશાંત સિંહ રાજપુતના ઘરની છત પર અમે બધા  મળ્યા હતા અને મહેશ ભટ્ટને સુશાંતની સ્થિતી જોઇને તેમને પહેલા  લાગ્યું હતું કે કંઇક ગડબડ છે. સુશાંતની સ્થિતી જોઇને મહેશ ભટ્ટે તેમને તેમના ગુરૃની વાત યાદ આવી ગઇ હતી. જે તેમણે પરવીન બાબીને લઇને ભવિષ્યવાણી કરતા  કહયું હતું કે અલગ થઇ જાઓ નહી તો આ તમારા માટે  ડાઉનફોલની શરૃઆત હશે આ વાત તેમણે મને પણ કહી હતી.

જો કે આ પોસ્ટ પર હંગામો થયા બાદ સુહિત્રા સેનગુપ્તાએ બાદમાં તેને ડીલીટ કરી દીધી હતી. પરંતુ મુંબઇ પોલીસે ના તો આ પોસ્ટને તેમની તપાસનો ભાગ બનાવ્યો અને ના મહેશ ભટ્ટથી આ વિશેમાં કોઇ પુછપરછ કરી હતી.

(5:47 pm IST)