Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થતુંં: એશા

મોડેલ અને અભિનેત્રી એશા ગુપ્તાએ હવે બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. તે અહિ લાંબા સમયથી કામ કરી રહી છે. ફિલ્મો ઉપરાંત પોતાની ફિટનેસ અને ફિગરને કારણે પણ સતત ર્ચામાં રહેતી હોય છે. એશાએ તાજેતરમાં સ્વીકાર્યુ હતું કે પોતાના રંગને કારણે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેનો ચામડીનો રંગ શ્યામ હોવાથી ઘણીવાર તેને આખા બોડી પર મેકઅપ કરાવવો પડતો હતો. શુટીંગ વખતે એવો આગ્રહ રખાતો હતો કે આખા બોડી પર મેકઅપ કરવો. લૂકને કારણે ટાઇપકાસ્ટ થવું પડ્યું હતુ઼. એશા કહે છે મને ગોરા રૂપાળા દેખાવાની સલાહ અપાતી હતી. મેકઅપ આર્ટીસ્ટ રીતસર મારા ડાર્ક રંગને છુપાવવા મથતા હતાં. મને આ કારણે ખુબ જ આશ્ચર્ય થતું હતું. મે ઈન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી તો ઘણા એવા એકટર હતા જેની સાથે મે કામ નહોતુ કર્યુ. તે મને મળીને કહેતા કે તુ પોતાનો મેકઅપ થોડો કાળો કરે છે, ગોરો કર. દેસી મેજીક અને હેરાફેરી-૩ એશાની આગામી ફિલ્મો છે.

(10:05 am IST)