Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આ કામ રોમાંચક અને પડકારરૂપ છેઃ નકુલ

અભિનેતા નકુલ મહેતા ટીવી શો બડે અચ્છે લગતે હૈ-૨માં રામ કપૂરવાળુ પાત્ર નિભાવી રહ્યો છે. તે કહે છે હું આ શોમાં રામ કપૂરનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરતો નથી, પણ આ રોલને અલગ અંદાજથી નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું કદી પણ કોઇની જગ્યા લેવાનું વિચારી શકુ નહિ. મુખ્યત્વે હાવભાવ અને બોલચાલ વિશે આ સવાલો ઉઠતા હોય છે. પરંતુ હું અને રામ કપૂર બંને અલગ અલગ સાઇઝના કપડા પહેરીએ છીએ. હું મારા તરફથી શ્રેષ્ઠ કામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. સાક્ષી અને રામ અમે હાલમાં જે કામ કરી રહ્યા છીએ તેના પર ગોૈરવ લઇ શકે તેમ છે. નકુલે કહ્યું હતું કે આ એક મશહુર શો હતો, તેની વિરાસતને આગળ લઇ જવાની સફર મારા માટે પડકારરૂપ અને રોમાંચક પણ છે. નિર્માતા રામની ભૂમિકા લઇ મારી પાસે આવ્યા ત્યારે મને આ કામ યોગ્ય જ લાગ્યું હતું. એકતા કપૂર સાથે પણ હું પહેલી વખત કામ કરી રહ્યો છું.

(10:05 am IST)