Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સફળતાના ફળ ચાખી રહી છે મોના

ટીવી, ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી ઘર ઘરમાં જાણીતી બનેલી મોના સિંઘે તાજેતરમાં તેનો ચાલીસમો જન્મ દિવસ ઉજવ્યો હતો. ચંદીગઢમાં જન્મેલી મોનાએ કારકિર્દીની શરૂઆત ટીવી શો જસ્સી જૈસી કોઇ નહિ'સીરીયલ 'જસ્સી જૈસી કોઈ નહી'થી કરી હતી. પોતાની નિર્દોષતાથી દરેકનું દિલ જીતનાર મોનાના જસ્સીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જસ્સી પછી તે ક્યા હુઆ તેરા વાદા, પ્યાર હો જાને દો અને કવચ જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. ટીવી સિરિયલોમાં કામ કરવાની સાથે મોના સિંહે ડાન્સ રિયાલિટી શોમાં કામ કર્યું. મોના ખુબ સારી ડાન્સર પણ છે.  બોલીવૂડમાં થ્રી ઇડિયટ્સમાં કામ કરી ચુકેલી મોનાએ એ પછી અમાવસ, ઝેડ પ્લસ જેવી ફિલ્મો કરી હતી. સફળતાના મીઠા ફળ ચાખી રહેલી મોના હવે આમીર ખાન સાથે ફરી એક વખત લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. તે વેબ સિરીઝ બ્લેક વિડો અને મિશન ઓવર મોમ્સમાં જોવા મળી છે. મોનાએ ગયા વર્ષે જ લગ્ન કર્યા છે.

(9:57 am IST)