Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

તેનાથી મને ઘણું શીખવા મળ્યું: કિંશુક

ટીવી પરદે ખુબ લોકપ્રિય બનેલા કિશુંક વૈદ્યને થોડા દિવસો પહેલા જ ટીવ શો પૂણ્યશ્લોક અહિલ્યાબાઇમાં યુવાન ખાંડેરાવ હોલકરની ભુમિકા માટે પસંદ કરી લેવામાંઆવ્યો હતો. પરંતુ એ પછી રાતોરાત કિંશુકના સ્થાને ગોૈરવ અમલાણીને લઇ લેવાયો હતો. તે વખતે નિર્માતા નિતીન વૈધએ કહેલું કે કિંશુકના બીનવ્યવસાયિક અભિગમને કારણે અમારે તેને બદલીને ગોૈરવને લેવો પડ્યો છે. પરંતુ કિંશુક કહે છે કે હું કેટલીક બાબતોને કારણે મુંજવણમાં મુકાઇ ગયો હતો. મેં ધ્યાન દોર્યુ હતું પરંતુ નિર્માતાઓએ મારી એ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પણ જે થાય એ સારા માટે જ થાય એમ હું સમજુ છું. મને આ જે કંઇ મારી સાથે થયું તેનાથી ઘણું શીખવા મળ્યું છે. આ શોના નિર્માતા ભલે મને બિનવ્યાવસાયિક ગણાવે, પરંતુ બીજા સર્જકો મારા વ્યાવસાયિક અભિગમના ભરપુર વખાણ કરે જ છે. હું છવ્વીસ વર્ષથી અભિનયના ફિલ્ડમાં સક્રિય છું. મને અભિનય સિવાય કંઇ બીજુ ફાવતું નથી. એટલે વ્યાવસાયિક ન રહુ તો ન ચાલે.

(9:58 am IST)