Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અભિનય તરફ વધુ ધ્યાન આપી રહી છે કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્માએ અભિનય ક્ષેત્રે પોતાની ક્ષમતા સાબિત કર્યા પછી દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો હતો. અહિ પણ તેને સફળતા મળી છે. તેણે દિગ્દર્શીત કરેલી ધ ડેથ ઇન ધ ગુંજ ઘણા એવોર્ડ મેળવવામાં સફળ રહી હતી. જો કે કોંકાણાને મી એન્ડ મિસિસ ઐયર, ઓમકારા માટે પણ પુરષ્કારો મળ્યા હતાં. તાજેતરમાં આવેલી વેબ સિરીઝ મુંબઇ ડાયરીઝમાં પણ તેણે કમાલનો અભિનય કર્યો છે. કોંકણા તેના કોઇપણ પાત્રમાં જીવ રેડી દેનારી અભિનેત્રી તરીકે ખ્યાતિ પામી છે. તે એકલી આનો યશ તે સમગ્ર ટીમને આપતાં કહે છે કે શુટીંગ શરૂ થતાં પહેલા અમે રિહર્સલ કરીએ છીએ, લૂક ટેસ્ટ સહિતની બાબતોમાંથી પસાર થવાનું હોય છે. આ પ્રક્રિયાઓ અમારા પાત્રને સજીવ કરવામાં સહાયક બનતી હોય છે. રોજબરોજના અનુભવોનો ફાળો પણ આમાં હોય છે. મારા અંગત જીવનમાં કંઇ અનુભવ્યું હોય તો એ પણ ઘણીવાર પાત્રમાં ઉપયોગી બનતું હોય છે. હાલમાં ફરીથી કોંકણા અભિનય તરફ વધુ ધ્યાન આપી રહી છે. તેના હાથ પર ઘણી સારી ભુમિકાઓ છે.

(10:00 am IST)