Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

એ ફિલ્મ બનાવતી વખતે ખુબ મુશ્કેલી થઇ હતીઃ વિપુલ શાહ

જબરદસ્ત એકશન હીરો વિદ્યુત જામવાલ વધુ એક વખત કમાન્ડો ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મમાં સુપરડુપર એકશન કરતો જોવા મળી શકે છે. નિર્માતા વિપુલ શાહે તાજેતરમાં કહ્યું હતું કે અમે કમાન્ડો-૪ને એક અલગ જ ઉંચાઇ પર લઇ જવા માટે તૈયાર છીએ. કમાન્ડો ફિલ્મને તાજેતરમાં આઠ વર્ષ પુરા થતાં આ સિરીઝની ચોથી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ કમાન્ડો સિરીઝની ત્રણ ફિલ્મો બની ચુકી છે. વિપુલે કહ્યું હતું કે અમે વિદ્યુત જામવાલની ઓડિશનની ટેપ પહેલી વખત જોઇ ત્યારે અમે તેને ફોર્સ ફિલ્મના વિલન માટે પસંદ કર્યો હતો. પરંતુ એ પછી તેનું ગજબનું ટેલેન્ટ જોઇને અમે તેને એકશન ફિલ્મોના હીરો તરીકે લોન્ચ કર્યો હતો. કમાન્ડો માટે અમારે હિમાચલ પ્રદેશના જંગલમાં શુટીંગ કરવાનું હતું. એ ફિલ્મ ખુબ બનાવતી વખતે મુશ્કેલીઓ પણ ઉભી થઇ હતી. ત્યાર પછી અમે સતત આ ફ્રેન્ચાઇઝીની વધુ ત્રણ ફિલ્મો બનાવવાનું નક્કી કરી લીધું હતું. હવે અમે ચોથી ફિલ્મ પ્રીતિ સાહની અને શિબાશીષ સરકારના કારણે બનાવી રહ્યા છીએ.

(10:17 am IST)