Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અજય દેવગણ નંબર-૧: યુ ટ્યુબ પર સોૈથી વધુ સર્ચ થતો અભિનેતા બન્યો

મુંબઇ તા. ૨૨: બોલીવૂડનો સિંઘમ અભિનેતા કે જે હવે નિર્માતા અને નિર્દેશક તરીકે પણ જાણીતો છે એ અજય દેવગણ તાજેતરમાં કરોડોનો બંગલો ખરીદવાને કારણે ચર્ચામાં આવ્યો હતો. હવે તે છેલ્લા બાર મહિનામાં યુ-ટયુબ પર સોૈથી વધુ સર્ચ થતો ભારતીય અભિનેતા બની ગયો છે.

ગૂગલ ટ્રેન્ડ્સના કહેવા મુજબ દરરોજ લાખો લોકો દ્વારા ભારતીય અભિનેતાઓને તેના માધ્યમથી શોધવામાં આવે છે, સર્ચ કરવામાં આવે છે. આ લિસ્ટમાં અજય દેવગણ ટોચ પર છે. સલમાન ખાન, અલ્લુ અર્જુન, અમિતાભ બચ્ચન અને થલપતિ વિજય જેવા ભારતીય સુપરસ્ટાર પણ આ યાદીમાં સામેલ છે. દર્શકોનો તેના સિંઘમ અભિનેતા પ્રત્યેનો આ પ્રેમ કાબીલેદાદ છે. યુવા ક્રાંતિકારી ભગતસિંહની ભુમિકાને કારણે વર્તમાન પેઢીના સારામાં સારા અભિનેતા પૈકીનો એક અજય બની ગયો છે. ત્રણ દસકાની લાંબી કારકિર્દીમાં તેણે અનેક ભુમિકાઓ નિભાવી છે. કલા અને વ્યાવસાયિક ફિલ્મોના સુખદ મિશ્રણથી અજયએ પોતાની બ્રાન્ડ વેલ્યુ બનાવી છે.

(4:08 pm IST)