Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

હું કંઇક નવું કરવા ઇચ્‍છતો હતોઃ શરદ

ટીવી પરદાના જાણીતા કલાકારોમાં શરદ મલ્‍હોત્રાનું નામ હમેંશા ટોચના અભિનેતાઓમાં સામેલ રહે છે. શરદથી લગભગ કોઇ દર્શકો અજાણ નથી. છેલ્લે તે વિદ્રોહીમાં જોવા મળ્‍યો હતો. એ પછી તે ગાયબ થઇ ગયો હતો. જો કે તેણે ટીવી પરદાને અલવીદા નથી કહ્યુ. શરદ કહે છે ટીવી સિરીયલો મારા માટે દૂઝણી ગાય જેવો છે. પણ દોઢ દસક સુધી અહિ કામ કર્યા પછી હું કંઇક નવું કરવા ઇચ્‍છતો હતો. આ કારણે હું કેટલાક સમયથી મ્‍યુઝિક વિડીયો, વેબ સિરીઝ અને ઓટીટી પર હાથ અજમાવી રહ્યો છું. આ રીતે મેં મારા કામનું ક્ષેત્રફળ વધારી દીધું છે. ટચુકડો પરદો તમને ભરપુર કિર્તી અને પૈસો આપે છે, નામના આપે છે. જો કે ટીવી પર તમે સતત અસલામત રહો એ વાત પણ અજાણી નથી. અહિ આજેકામ હોય તો કાલે ખાલી પણ બેસવું પડે. કલાકાર તરીકે હું પણ અસલામતિ અનુભવતો હતો. આથી જ મેં બીજા કામો પણ હાથ પર લીધા છે. 

(10:42 am IST)