Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હવે ક્રાઇમ કોમેડીમાં નસીબ અજમાવશે કરણ

સની દેઓલે વર્ષોથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી રાખ્યું છે. આ સ્થાન મેળવવામાં સની દેઓલના પુત્ર કરણને કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે. કરણ દેઓલે ત્રણ વર્ષ પહેલા બોલીવૂડમાં ફિલ્મ પલ પલ દિલ કે પાસ દ્વારા એન્ટ્રી કરી હતી. પરંતુ આ ફિલ્મ દર્શકોના દિલ સુધી પહોંચી શકી નહોતી. ફિલ્મનું નિર્દેશન ખુબ સની દેઓલે કર્યુ હતું. કરણ હવે બીજી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મ પર તેને ખુબ જ આશા છે.  રોમેન્ટિક ફિલ્મમાં નિષ્ફળ થયા બાદ કરણ હવે અલગ અવતારમાં જોવા મળશે. એક ક્રાઈમ કોમેડી ફિલ્મમાં કરણ અભિનય કરી રહ્યો છે.  અદાકારી બતાવવાનો. આ ફિલ્મનું નામ છે વેલ્લી ઇન દિલ્હી છે. આ ફિલ્મનું દિલ્હીમાં જ શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મનું નિર્દેશન દેવેન મુંજાલને સોંપાયું છે. જેમાં ત્રણ મિત્રોની કહાની છે. દેવેનએ ચલતે ચલતે અને ઓમ શાંતિ ઓમમાં પણ કામ કર્યુ છે.

(10:21 am IST)