Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થશે મિર્ઝાપુર 2

મુંબઈ: વેબ સીરીઝ 'મિર્ઝાપુર' ની બીજી સીઝન મીરઝાપુર 2 ની  ચાહકો ઘણા સમયથી રાહ જોતા હતા. હવે ચાહકોની આ રાહ સમાપ્ત થવાની છે, કેમ કે 'મિર્ઝાપુર 2' આવતા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે. પીપિંગમૂનના સમાચાર મુજબ, ‘મિર્ઝાપુર 2 સપ્ટેમ્બરના અંત સુધીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. જો કે, તે કયા તારીખે રજૂ થશે તે હજુ જાણી શકાયું નથી.સમાચાર મુજબ તેની રિલીઝની તારીખ ઓગસ્ટના અંત સુધીમાં પણ જાહેર કરવામાં આવશે. મિર્ઝાપુરની પહેલી સીઝન 2018 માં રજૂ થઈ હતી. તેની બીજી સીઝન લગભગ એક વર્ષ અને પ્રથમ સીઝનના 10 મહિના પછી રિલીઝ થઈ રહી છે. આ અગાઉ એપ્રિલમાં રજૂ થવાનું હતું, પરંતુ કોવિડે તેની રજૂઆત મોકૂફ રાખી હતી. નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મનું તમામ કામ પૂરું થઈ ગયું છે, હવે સ્ટ્રીમિંગ માટે ફિલ્મની અંતિમ નકલ મોકલવી પડશે '.

(5:30 pm IST)