Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સાત વર્ષ રાહ જોવી પડી તેનું દુઃખઃ પ્રાચીન

ટીવી પરદે અભિનય કરી રહેલા ૪૩ વર્ષના અભિનેતા પ્રાચીન ચોૈહાણે કહ્યું હતું કે મને ટીવી પરદે પિતાનો રોલ કરવામાં વાંધો નથી. પ્રાચીન આમ તો ટીવી પરદે વર્ષ ૨૦૦૧થી કામ કરી રહ્યો છે. નાના મોટા અનેક રોલ કરીને તે ઘડાઇ ગયો છે. પરંતુ તેને સ્ટાર પ્લસના શો શાદી મુબારકને કારણે નામના મળી છે. તેને આ માટે સાત વર્ષ રાહ જોવી પડી છે. ૨૦૨૦થી શરૂ થયેલા આ શોએ તાજેતરમાં બસ્સો દસ એપિસોડ પુરા કર્યા હતાં.  પ્રાચીને કહ્યું હતું કે બહોળો અનુભવ હોવા છતાં પસંદગીની ભુમિકા મેળવવા માટે સાત વર્ષ સુધી રાહ જોવી પડી હતી તેનો મને અફસોસ છે. મેં ધાર્યુ હોત તો ગમે તેવા રોલ કરવા માંડ્યો હતો. પરંતુ મેં દમદાર અને સારા રોલ કરવાનું જ નક્કી કર્યુ હતું. મેં ડિજીટલ પ્લેટફોર્મ પર પણ એક શો કર્યો છે. શાદી મુબારકમાં પ્રાચીને ઉમરલાયક સંતાનોના પિતાની ભુમિકા નિભાવી છે. તે કહે છે અહિ અમને ટાઇપકાસ્ટનું લેબલ લગાડવા બધા તૈયાર જ હોય છે. તમે એકવાર આધેડનો રોલ નિભાવો પછી એવા જ રોલ ઓફર થતાં હોય છે. પરંતુ મને આ બાબતનો ડર નથી.

(10:20 am IST)