Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પ્રતિક ગાંધી-વિદ્યા બાલન કરશે રોમાન્સ : 'લવર્સ' ફિલ્મમાં

મુંબઇ,તા. ૨૨: અભિનેત્રી વિદ્યા બાલન એલિપ્સીસ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનનારી હિન્દી ફિલ્મ 'લવર્સ'માં પ્રતીક ગાંધી સાથે ચમકશે. પ્રતિકની 'સ્કેમ-૧૯૯૨' વેબસિરીઝ હિટ થયા બાદ એને ઘણા પ્રોજેકટ મળી રહ્યા છે. વિદ્યા આ પહેલા એલિપ્સીસ એન્ટરટેનમેન્ટની  'તુમ્હારી સુલુ' ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

'લવર્સ' ફિલ્મનું દિગ્દર્શન કરશે જાહેર ખબર નિર્માતા તરીકે જાણીતા શિર્ષ ગુહા ઠાકુરતા. દિગ્દર્શન તરીકે એમની આ પહેલી જ ફિલ્મ છે. ગુહા ઠાકુરતા આ પહેલા રામગોપાલ વર્માને રણ, ફુંક અને કોન્ટ્રેકટ ફિલ્મોમાં દિગ્દર્શનમાં સહાયતા કરી ચૂકયા છે. 'લવર્સ' ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષમાં શરૂ થશે. શૂટિંગ મુંબઇ અને તામિલનાડુના હિલ સ્ટેશન કુન્નુરમાં કરાશે. વિદ્યા બાલન હાલ 'જલસા' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે પ્રતીક ગાંધી 'ભવાઇ' ફિલ્મમની રિલીઝની રાહ જુએ છે. આ ફિલ્મ ૧ ઓકટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની ધારણા છે.

(10:21 am IST)