Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

25 વર્ષીય અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું કાર પાણીમાં ડૂબી જતા મોત

મુંબઈ: મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું કાર અકસ્માતમાં નિધન થયું. કારમાં તેનો મિત્ર શુભમ દેગડે પણ હાજર હતો. શુભમનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમની કાર સોમવારે સવારે ગોવાના અરપોરા વિસ્તારમાં ઊંડા પાણીમાં પડી હતી. પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. પોલીસે કારની અંદરથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર સ્પીડમાં હતી જેના કારણે તે પાણીમાં બેકાબૂ બનીને પડી હતી.

 

(5:06 pm IST)