Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આલિયા ભટ્ટ બાદ દીપિકા બનશે માતા

અભિનેત્રી આલિયા ભટ્ટ, બિપાશા બાસુ અને દેબીના બેનરજી બાદ હવે દીપિકા પણ માતા બનવાની છેઃ પતિએ ઈન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ શેર કરી આપી ખુશખબરી..

મુંબઇ,તા. ૨૩: આલિયા ભટ્ટ બિપાશા બાસુઅને દેબીના બેનરજી એ થોડા મહિના પહેલા જ પુત્રીને જન્‍મ આપ્‍યો છે. આ સાથે જ વધુ એક અભિનેત્રી માતા બનવાની છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ ટીવી એક્‍ટ્રેસ દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમના ઘરે કિલકારી ગુંજવાની છે. આ માહિતી અભિનેતા દ્વારા આપવામાં આવી છે, જેના પછી ચાહકો ખૂબ જ ખુશ છે.

હાલમાં જ શોએબ ઈબ્રાહિમે તેના ઈન્‍સ્‍ટાગ્રામ પર એક તસવીર પોસ્‍ટ કરી છે. આ ફોટામાં તે તેની પત્‍ની દીપિકા સાથે સફેદ કેપ પહેરીને બેઠો છે. આ ટોપી પર મમ્‍મી અને પપ્‍પા લખેલું છે. આ તસવીર શેર કરતા શોએબે કેપ્‍શનમાં લખ્‍યું છે કે, આભાર, આનંદ, ઉત્‍સાહ અને સાથે જ નર્વસનેસથી ભરેલા હૃદય સાથે, આ સમાચાર તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. આ આપણા જીવનનો સૌથી સુંદર તબક્કો છે. આ સાથે જ તેમણે વધુમાં લખ્‍યું કે હા અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખીએ છીએ અને ટૂંક સમયમાં જ પેરેન્‍ટહુડ આનંદ માણીશું. અમારા બાળકને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જરૂર છે. આ પોસ્‍ટ પર ફેન્‍સ શોએબ અલીને અભિનંદન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમની પહેલી વાર ‘સસુરાલ સિમર કા' સીરિયલના સેટ પર મળ્‍યા હતા. બંને શો ‘સસુરાલ સિમર કા'માં લીડ રોલમાં જોવા મળ્‍યા હતા. આ દરમિયાન તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્‍યા અને લગ્ન કરવાનું નક્કી કર્યુ.  દીપિકા અને શોએબે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.

(11:23 am IST)