Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રંજુના પાત્રમાં ઢળવા બિહારી ભાષા શીખવી પડી રીના કપૂરને

મુંબઇ તા. ૨૩: અભિનય એ એવું શિલ્પ છે જેમાં અપાયેલુ પાત્ર ભજવવા તેની જીણવટભરી જાણકારી મેળવવી અને પછી એ પાત્ર નિભાવવું જરૂરી હોય છે. દરેક અભિનેતા પોતાને અપાતા પાત્રને અનુરૂપ ભાષા બોલવાનો પ્રયાસ કરે છે. દંગલ ચેનલના શો રંજુ કી બેટીયામાં મુખ્ય  ભુમિકા નિભાવી રહેલી રીના કપૂરે આ પાત્ર માટે ખુબ તૈયારી કરી હતી. તેણે કહ્યું હતું કે આ મુજફફરપુર બિહાર આધારીત કહાની છે. મારે આ માટે ત્યાંની બોલી શીખવી જરૂરી હતી. અહિ લોકો 'શ' ને  'સ'ના રૂપમાં ઉચ્ચારે છે. આ એવું હતું જે મારે શીખવું જરૂરી હતું.

સિરીયલમાં રંજુનું પાત્ર એવું છે જે વધુ ભણેલુ નથી. આ કારણે મારે એ સ્વરમાં વાત કરવી પડે છે. તે ફોનને પ્હોન બોલે છે. મને જ્યારે પણ શુટીંગ વચ્ચે સમય મળે છે ત્યારે હું સ્ક્રિપ્ટ વાંચતી રહુ ુછં. સામાન્ય બિહારી મહિલાનો ટોન પરફેકટ બનાવવા પ્રયાસ કરુ છું. પહેલા તો પાત્રને સમજવું મુશ્કેલ હતું. પણ કોન્સેપ્ટ એવો હતો કે જે આપણે આસપાસ જોતા હોઇએ છીએ. આ માટે મારા માટે એ નવું કે અલગ નહોતું. આ શો દંગલ પર રાતે સાડા નવે દેખાડવામાં આવે છે. જેમાં ચાર દિકરીઓના ઉછેરની સંઘર્ષભરી કહાની છે.

(12:58 pm IST)
  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • સુરતમાં ૧૨૦ બેઠકમાંથી ભાજપ ૫૫ બેઠક ઉપર જીત મેળવી ચૂકયુ છે : ૧૯ બેઠકમાં આગળ છે : ‘આપ’ પાર્ટીએ ૨૫ બેઠક મેળવી ભાજપના પગે પાણી લાવી દીધા : ગજબની રસાકસી : કોંગ્રેસનું નામો નિશાન ભૂંસાઈ ગયું : પાટીદાર ફેક્ટરે મોટો અપસેટ સર્જયો access_time 4:45 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST