Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વેબ શોમાં જમાવટ કરવા તૈયાર છે એશા

ધર્મેન્‍દ્ર અને હેમા માલિનીની પુત્રી એશાએ બોલીવૂડમાં ઘણી ફિલ્‍મો કરી હતી. જેમાંથી અમુક સફળ રહી હતી. કોઇ મેરે દિલ સે પુછે, ધૂમ, એલઓસી સહિતની ફિલ્‍મો કર્યા પછી તે લગ્ન કરીને બોલીવૂડથી દૂર થઇ ગઇ હતી. હાલમાં જ તે ઓટીટી પર રૂદ્ર, હન્‍ટર જેવા વેબ શોમાં દમદાર રોલથી ફરી દર્શકો સામે આવી છે. એશા કહે છે અજય દેવગણ સાથેના શો રૂદ્રની ઓફર મળતાં જ મેં પળનો પણ વિચાર કર્યા વગર હા કહી દીધી હતી. સુનિલ શેટ્ટીની હન્‍ટર માટે પણ આવુ જ કર્યુ હતું. મેં અગાઉ અજય અને સુનિલ બંને સાથે ફિલ્‍મો કરી હતી. આથી તેમની સાથે કામ કરવા માટે વિચાર કરવાની જરૂર જ નહોતી. એશા કહે છે એક સમયે મારા પપ્‍પા ધર્મેન્‍દ્ર નહોતા ઇચ્‍છતા કે હું અભિનયના ક્ષેત્રમાં આવું. પણ મારે તો અભિનેત્રી જ બનવું હતું. બે સંતાનની મા બન્‍યા પછી હવે ફરીથી તે અભિનયમાં સામેલ થઇ છે. તે કહે છે ઓટીટી પર વધુ કામ કરવું છે, અહિ મારે જમાવટ કરી દેવી છે.

(10:26 am IST)