Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

એ મારા પિતા પાસેથી શીખી છું: શ્વેતા

શ્વેતા ત્રિપાઠી શર્માએ અભિનયની દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરી રાખી છે. વેબ શો પણ તેને ફળ્‍યા છે. છેલ્લે તે કંજૂસ મખ્‍ખીચુસ ફિલ્‍મમાં જોવા મળી હતી.  શ્વેતા કહે છે અસલી જિંદગીમાં હું કંજુસ નથી પરંતુ કોઇપણ વસ્‍તુને વડફી નાખવી મને ગમતી નથી. ટૂથપેસ્‍ટ પણ હું છેલ્લે દબાવીને કાઢી લઉ છું. મને નળ ખુલ્લો રાખી દેવો કે ફ્રીઝ ખુલ્લુ મુકી દેવાની આદત ગમતી નથી. પાણી, પેટ્રોલ અને કપડામાં કંજુસાઇ કરવાનું હું મારા પિતા પાસેથી શીખી છું. જરૂર ન હોય તો સ્‍ક્રિપ્‍ટ માટે હું પેપર પણ બગાડતી નથી. શ્વેતા હવે મિરઝાપુરમાં પણ ગોલુના રોલમાં જોવા મળી હતી. તે કહે છે આ શોના મારા પાત્રને સોૈએ વખાણ્‍યું છે. ગોલુ કોલેજમાં અભ્‍યાસ કરતી હતી અને હિંસાથી દૂર રહેતી હતી, પણ બાદમાં તેનું પાત્ર મજબૂત અને આત્‍મવિશ્વાસુ બન્‍યું છે. થિએટરમાં હું લાઇટીંગ, પ્રોડયુસર અને અભિનય એમ ત્રણેય તબક્કે કામ કરી ચુકી છું. થિએટરનો ચાર્મ કદી ઓછો થશે નહિ.

(10:27 am IST)