Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

તુર્કીમાં ફિલ્મના શુટીંગની મજા માણી અવિકાએ

ખુબ જ લોકપ્રિય ટીવી શો બાલિકા વધૂમાં બાળ કલાકાર તરીકે ભુમિકા નિભાવી ઘર ઘરમાં જાણીતી બનેલી અવિકા ગોર હવે યુવાન થઇ ચુકી છે અને સસુરાલ સિમરન કા સહિતના ટીવી શો તથા સાઉથની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. હવે તે એક  કઝાખસ્તાનની એક ફિલ્મમાં ભુમિકા નિભાવી રહી છે. આ એક કોમેડી ફિલ્મ છે. અવિકાના કહેવા મુજબ આ ફિલ્મનું તાજેતરમાં તુર્કીમાં શુટીંગ કરવામાં આવ્યું હતનું. ત્યાં શુટીંગ વખતે તેણે ખુબ સારો સમય પસાર કર્યો હતો. શૂટિંગ કરવાનો અનુભવ પણ શાનદાર હતો. ધમાકેદાર સમય પસાર કર્યો હતો. આ મારી પહેલી કઝાખસ્તાન ફિલ્મ છે. સેટ્સ પર દરેક વ્યકિત મારી ખાસ કાળજી રાખતી હતી અને તેઓ મારી આસપાસ રહેતા હતા. આ ફિલ્મ પર ખૂબ અપેક્ષાઓ છે. રિલીઝની તારીખની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન મારી જે પ્રકારે મદદ કરી એ બદલ હું આ ફિલ્મના નિર્માતાઓની પણ આભારી છું.

(10:21 am IST)