Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ઇન્ડિયન આઇડલ એવો શો છે જે ટેલેન્ટ સામે લાવે છેઃ કુમાર સાનુએ કર્યા વખાણ

અગાઉ અમિતકુમારે જે કહ્યું તેનાથી સર્જાયો હતો વિવાદ

નવી દિલ્હી તા. ર૩: ટીવીનો પ્રખ્યાત સિંગીંગ શો ''ઇન્ડીયન આઇડોલ્સ'' એક એવો મંચ છે જયાં દેશના ખુણે ખુણેથી આવેલા કલાકારોને પોતાની ટેલેંટ બતાવવાનો મોકો મળે છે. અત્યારે આ શો બાબતે દર્શકોમાં ઘણો ક્રેઝ છે. શો ના બધા કન્ટેન્સ્ટન્ટ પોતાના દમદાર અવાજનો જાદુ પાથરતા જોવા મળે છે. તો આ શો બાબતે કેટલાક વિવાદો પણ બહાર આવી રહ્યા છે.

હિંદુસ્તાન ટાઇમ્સ સાથેની ખાસ વાતચીતમાં સીંગર સાનુએ આ શો બાબતે ઘણી વાતો કરી હતી. તેમણે ઇન્ડીયન આઇડોલ્સને પ્રતિભાઓ શોધવા માટેનો એક મંચ ગણાવ્યો. સવાલ જવાબ દરમ્યાન સાનુએ એમ પણ કહ્યું કે જેટલી ગોસીપ થશે એટલો ટીઆરપી વધશે, સમજી જાવ. જો તમારામાં ટેલેંટ હશે તો તે પોતાનો રસ્તો જાતે શોધી જ લેશે. આ શો તો ટેલેન્ટને ફકત સામે લાવે છે. એવું પણ બની શકે કે આમાં ભાગ લેનારાઓને ઇન્ડસ્ટ્રીમાં કદાચ તક ન મળે, પણ તેમને આ મંચ દ્વારા થોડું કામ અને પૈસા મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઇન્ડીયન આઇડોલ્સના ફાધર્સ ડે સ્પેશ્યલ એપીસોડને જોયા પછી સોશ્યલ મીડીયા પર લોકોએ તે બાબતે ગુસ્સો ઠાલવ્યો હતો. લોકોએ આ શોની સરખામણી ડેઇલી સોપ સાથે કરી નાખી. સોશ્યલ મીડીયા પર ઘણાં મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે આ શો પોતાના ઓરીજીનલ પ્લોટથી ભટકી રહ્યો તો હાલમાં જ સિંગર અમિતકુમારે બધાને એવું કહીને ચોંકાવી દીધા હતા કે તેમને આ શોમાં ભાગ લેનારાઓના વખાણ કરવાનું કહેવાયું હતું.

(4:18 pm IST)