Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દિવાર ફિલ્મમાં બીગ બી અમિતાભના શર્ટની સ્ટાઇલનું રહસ્ય ખુલ્યુ

મુંબઇઃ ફિલ્મ દીવારમાં અમિતાભ બચ્ચને શર્ટને નીચેથી ગાંઠ મારી હોય ઍવી સ્ટાઇલ ખૂબ લોકપ્રિય થયેલી, યાદ છે? વેલ, હકીકતમાં ઍ સ્ટાઇલ ભૂલભૂલમાં થઇ ગયેલી... ટેલરિંગની ભૂલને કારણે.આ વાત ખુદ અમિતાભ બચ્ચને છેક આજે જણાવી છે. તેઓ સોશ્યલ મીડિયા પર જૂની ફિલ્મોના અવનવા કિસ્સા શેર કરતા રહે છે. આજે તેમણે દિવારના ઍ શર્ટની વાત કરી છે.

આ શર્ટ પાછળ ઍક સ્ટોરી છે. ઍમ જણાવતા બિગ બી કહે છે, શૂટિંગનો પહેલો દિવસ હતો, શોર્ટ રેડી હતો, કેમેરા રોલ થવાની તૈયારીમાં હતો.. અને ખબર પડી કે શર્ટ ખૂબ લાંબું... ડાયરેકટર બીજા શર્ટની રાહ જાઇ શકે ઍમ નહોતા અને ન ઍકટર બદલાય ઍમ હતો... ઍટલે શર્ટને ગાંઠ મારી દેવામાં આવી...

(4:52 pm IST)