Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ધ કપીલ શર્માની આખી ટીમે એક સાથે વેકસીન લીધી

કપિલ શર્મા અને તેની ટીમે લોકો માટે લાફટર -થેરપી લઇને પાછી હાજર થાય એ પહેલાં આ ટીમે વેકિસન થેરપી લઇ લીધી છે. કપિલ શર્માએ ઇન્ટસ્ટાગ્રામ પર 'ધ કપિલ શર્મા શોની' ટીમ સાથેનો હોસ્પિટલમાં લીધેલો એક સેલ્ફી પોસ્ટ કર્યો છે. જેમાં બધાએ સાથે મળીને જાહેર કર્યું છે કે અમે વેકિસન લઇ લીધી છે. તમે લીધી ? કપિલની સાથે આ સેલ્ફીમાં ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર, કિકુ શારદા અને સુદેશ લહેરી છે. કપિલ થોડા પહેલા જ કૃષ્ણા અભિષેકે લીધેલા આ ટીમના સેલ્ફી પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે જૂના ચહેરાઓ સાથે નવી શરૂઆત કરવા જઇ રહ્યો છું. કપિલ શર્માનો શો આવતા મહિનાના અંત સુધીમાં શરૂ થાય એવી શકયતા છે.

(3:47 pm IST)