Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

'એમટીવી લવ સ્કૂલ' લોકપ્રિય જગનૂર અનેજાનું ઇજિપ્તમાં અવશાન

મુંબઈ: થોડા દિવસો પહેલા બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. આ પછી મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. જગનૂરના નિધનથી ફેન્સ અને સ્ટાર્સને મોટો આઘાત લાગ્યો છે. મળતી માહિતી મુજબ  જગનૂર ઇજિપ્તમાં રજાઓ ગાળી રહ્યો હતો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. જગનૂરના મોત અંગે હજુ વધુ માહિતી બહાર આવી નથી. જો કે, સોશિયલ મીડિયા પર ચાહકો જગનૂરના ફોટા અને વીડિયો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચાહકો અને સેલેબ્સ જગનૂર સાથે જોડાયેલી તેમની યાદોને શેર કરી રહ્યા છે. જગનૂરની આ છેલ્લી પોસ્ટ પર ચાહકો તેને યાદ કરી રહ્યા છે.

(5:15 pm IST)